News

શિશુવિહારની સેવાને બિરદાવતા મુખ્ય મંત્રી

By સૌરાષ્ટ્ર સમાચાર

On 27/02/2018

માનવ સેવા એજ પ્રભુસેવાના સેવા સૂત્રને અનુસરતી, માંનભાઈ ભટ્ટ સ્થાપિત શિશુવિહાર સંસ્થા કે જે કોઈપણ      સરકારી સહાય વગર માત્ર લોકસહયોગથી ચાલતી સેવા તથા શિક્ષણની પ્રવૃતિને ગુજરાત રાજ્યનાં મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ બિરદાવીછે.    

ટપાલ ટીકીટ પર મૂકસેવક માનભાઇ ભટ્ટને સ્થાન

By સૌરાષ્ટ્ર સમાચાર

On 13/11/2017

માય સ્ટેમ્પ : બાળકોને શિક્ષણથી લઈને ચક્ષુદાન , દેહદાન અને સાહિત્ય સુધીની સેવાનું એક વિશાળ વટવૃક્ષ ઉછેર્યું હતું.

ભાવનગરમાં ચક્ષુદાન, દેહદાન, અન્નદાનથી લઈને સાહિત્ય, સંગીત, નાટક સુધીના અનેક અનેક સેવા ક્ષેત્રો અને માનવ ઉપયોગી પ્રવૃતિઓનું એક વિશાળ વટવૃક્ષ શિશુવિહાર નામની સંસ્થા રૂપે ઉછેરનાર સ્વ. માનભાઇ ભટ્ટની ટપાલ ખાતાની ટીકીટ ઉપર ચમક્યા છે. ભાવેણાના એક મહાન સેવકની સ્મૃતિઓને આ પ્રકારે પ્રસારવા બદલ શિશુવિહાર સંસ્થા અને તેમના ચાહકોની ભારોભાર પ્રશંસા થઈ રહી છે.                                                                

ઉધોગપતિ અશ્વિનભાઈ શ્રોફના અનુદાનથી શિશુવિહારમાં વેધર સ્ટેસનનું ટીમ દ્વારા સફળ પ્રસ્થાપન

By સૌરાષ્ટ્ર સમાચાર

On 07/11/2017

હવામાનની માહિતી શૈક્ષણિક સંસ્થાઓને પહોચડવામાં આવશે

મુંબઈ સ્થિત ઉધૌગપતિ અશ્વિનભાઈ શ્રોફના અનુદાનથી તાજેતરમાં શિશુવિહાર ખાતે હવામાનની માહિતી આપતા એ.ડબલ્યુ.એસ સ્ટેશનનું આઇ.સી.સી.એસ.આઇ.આરની ટીમ દ્વારા સફળ પ્રસ્થાપિત કરવામાં આવેલછે.

આ વેધર સ્ટેશનથી શિશુવિહારથી 20 કી.મી.ના વર્તુળ વ્યાપ વિસ્તારનું સૂર્ય તાપમાન, સૂર્ય પ્રકાશ, હવામા ભેજનું પ્રમાણ, હવાનું દબાણ , પવનની ગતિ, પવનની દિશા, વરસાદની ઝડપ અને વરસાદ કેટલો પડ્યો તે માહિતીની વિગત આ હવામાન સ્ટેશન ઉપર સીધા પ્રસારણથી જોવા મળશે. એકત્રિત થયેલી વિગત અત્રે સ્થિત ઇન્ડિયન સેન્ટર ફોર ક્લાયમેન્ટ એન્ડ સોસિયેટલ ઇમ્પેક રિસર્ચના વૈજ્ઞાનિક નિષ્ણાંત ડોક્ટર દ્વારા હવામાનની આગાહીનો રિપોર્ટ પણ પ્રસ્તૃત કરાશે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે શિશુવિહારની વર્ષ દરમિયાન આવતા 4 લાખ વિધાર્થીઓને આ વેધર સ્ટેશનની માહિતી તેમના હવામાનના અભ્યાસ અને જ્ઞાનમાં ચોકસ ઉપયોગી થશે. આ ઉપરાંત આ હવામાનની માહિતી શહેરની શૈક્ષણીક સંસ્થાઓ, મીડીયા, તેમજ નાગરિકોને કોમ્પુટર અને મોબાઇલ પર નિયમીત રીતે પહોચાડવામાં આવશે.        

શિશુવિહાર દ્વારા સ્વસ્થ વૃધ્ધત્વને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો

By દેશ-પરદેશની આજકાલ

On 30/10/2017

કોઈ માનવી વૃધ્ધ થાય એટ્લે નકામો નથી થતો પણ પોતાના અનુભવોની સમૃદ્ધિથી સમાજ માટે વધુ ઉપયોગી થાયછે.  

કોઈ માનવી વૃધ્ધ થાય એટ્લે નકામો નથી થતો પણ પોતાના અનુભવોની સમૃદ્ધિથી સમાજ માટે વધુ ઉપયોગી આ સંદેશ સમાજમાં પ્રસરે તે માટે 25 વર્ષ પહેલા માનભાઇ ભટ્ટે શિશુવિહાર સંસ્થામાં સ્વસ્થ વૃદ્ધત્વને સન્માનવા સૌ પ્રથમ વખત કાર્યક્રમ યોજાયો હતો અને તે પરંપરા મુજબ શિશુવિહાર સંસ્થામાં 26મો સ્વસ્થ વૃદ્ધત્વ સન્માન સમારોહ યોજાઈ ગયો. તનથી 75 વર્ષથી વધુ વયે પહોચી ગયા હોય પણ યુવાન જેવી સ્ફૂર્તિ દાખવતાં હોય તેમજ પોતાની પ્રવૃતિમાં આજે પણ સક્રિય હોય તેવા એકાદ બે નહીં પણ એક સાથે છ વ્યક્તિ વિશેષનું ખાસ સન્માન કરાયું હતું.

આ સન્માન સમારોહમાં સ્વામિની સુલભાનંદાજી અને કલાગુરૂ ધરમશીભાઈ શાહની અધ્યક્ષતામાં હરિહર કાપડી, મહમદભાઇ દેખૈયા, રાજેશ વૈષ્ણવ, દક્ષાબહેન મહેતા, મધુકર ઉપાધ્યાય અને હીનાબહેન વ્હોરાનું સ્વસ્થ વૃદ્ધત્વ અંતગર્ત વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે આ અગ્રણીઓએ પોતાનો સુંદર પ્રતિસાદ આપ્યો હતો અને શિશુવિહારના કાર્યને બિરદાવ્યુ હતું. આ પ્રસંગે નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉલેખનીય છે કે, આ સાથે શિશુવિહારની વેબસાઇટનો પ્રારંભ પણ કરાયો હતો.

ભાવનગરમાં સેવાભાવીનું સન્માન:

By ફૂલછાબ

On 25/10/2017

ભાવનગર શિશુવિહાર સંસ્થાના માધ્યમથી વર્ષ 2002 થી શહેરના ગરીબ વિસ્તારમાં દૃષ્ટિ ચકાસણી. ચશ્માં વિતરણ કાર્યક્રમોનું આયોજન કરી 24,475 વાયસ્કોની આખની તપાસ અને 23,975 ગરીબોને વિનામુલ્યે ચશ્માં, દવાનું વિતરણ કરનાર સુધાબહેન શાહનું મોરારીબાપુના હસ્તે સન્માન કરાયું ત્યારની તસવીર. કનુભાઈ શાહની સ્મૃતિમાં છેલ્લા આઠ વર્ષથી શિશુવિહાર સંસ્થામાં નેત્રયજ્ઞનું આયોજન કરી દ્રષ્ટિ ચકાસણી યજ્ઞમાં અનન્ય યોગદાન આપનાર સુધાબેન દ્વારા તાજેતરમાં બાળકો અને વયસ્કોની આંખ તપાસ માટે પોર્ટેબલ કેરેટોમીટરની વિશિષ્ટ સુવિધા મળતા મોરારિબાપુના હસ્તે આરોગ્ય સુવિધાનું લોકાર્પણ પણ કરાયું હતું.